ઊંચી ઊંચી દિવાલો વચ્ચે જીવાતું એક જીવન.
ઘર ની યાદો માં વગર બિમારી એ પીડાતું જીવન
નાનકડી ઉંમરે બહાર આવવા પાંખો ફફડાવતું જીવન.
કેદી માતા ના ગર્ભ માં સતત ઘુંટાતું જીવન
સંબંધી ની મુલાકાતો માં ઉલઝાતું જીવન.
ઘંટી ના બે પાટ વચ્ચે પીસાતું જીવન,
પ્રેસ ના કાગળો પર વારંવાર છપાતું જીવન
રંધો પકડીને કે શટલ પકડીને વણાતું જીવન.
સિલાઇ મશીનો ના રંગીન દોરાઓ માં,કપડા પર,
ઊભી આડી લાઇનો માં સીવાતું જીવન.
કોરા કાગળ ના હૃદય પર, પેન્સીલ કે સ્કેચ પેન થી,
કલ્પના ઓ ના આકારો માં દોરાતું જીવન.
પુસ્તકાલય ના કબાટો ના પુસ્તકો માં,
ભીન્ન ભીન્ન શ્રેણી ની શોધ માં શોધાતું જીવન.
કેરમબોર્ડ ની કૂકીઓ ને આમતેમ વિખેરવા,
સ્ટ્રાઇકર બની ને રમાડતું જીવન.
કે પછી ચેસબોર્ડ ના જુદા જુદા મોહરાઓ વચ્ચે,
પોતાનો મહોરો જાદુગરી થી બચાવતું જીવન.
જીંદગી ના સમય ને, સફેદ વસ્ત્રો ની કિનારી એ બાંધીને,
કંઇક શીખીને નવું જીવન જીવવાની સ્વપ્નો માં રાચતું જીવન
સારેગમ ની સરગમ માં, આરોહ ને અવરોહ ની વચ્ચે,
સૂર-તાલ ના થપાટ પર મધુર ગીતો ગાતું જીવન.
”બંદીવાનો” ના સંઘર્ષભર્યા જીવન ના ઉતાર-ચઢાવ જોઈ,
આ ”રાઝ” ને “બંદીની” બનાવતું જીવન

7 responses to “…… આ જીવન”
MARKAND DAVE
July 2nd, 2011 at 04:15
આદરણીય બહેન સુશ્રીરઝિયાજી,
ઘંટી ના બે પાટ વચ્ચે પીસાતું જીવન,
ખૂબ સુંદર ભાવ,અતિ સુંદર પ્રસ્તુતિ.
આપને ખૂબ-ખૂબ અભિનંદન.
આમેય આપ દર્દની દવાના વ્યવસ્યાય સાથે સંકળાયેલા છો. પરંતુ બહેન આપની રચનાઓ પણ દવાનું કાર્ય કરે તેવી સક્ષમ છે.
આભાર.
માર્કંડ દવે.
http://mktvfilms.blogspot.com (Hindi Articles)
http://mkringtones.blogspot.com (Indian Music)
http://markandraydave.blogspot.com (Gujarati Articles)
chandravadan
March 24th, 2011 at 13:21
જીંદગી ના સમય ને, સફેદ વસ્ત્રો ની કિનારી એ બાંધીને,
કંઇક શીખીને નવું જીવન જીવવાની સ્વપ્નો માં રાચતું જીવન
Raziaben,
Nice Rachana !
Of so many “swarup” of the Manav-Jivan, I chose the above 2 lines.
To me they tell ALL !
Jivan is between JANMA (Birth) and MRUTYU ( Death)…& in between is the SAMAY…and in the Samay is the GHATANO…and the drive to do learn & make it a NAV-JIVAN.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
See YOU and your READERS on Chandrapukar !
razia
March 24th, 2011 at 13:30
Thank-you sir for your appreciable words.
ડૉ.મહેશ રાવલ
March 5th, 2011 at 03:22
સરસ અભિવ્યક્તિ,
જીવન વિષે સુંદર શબ્દ ચિત્ર પ્રસ્તુત થયું છે-અભિનંદન.
પરાર્થે સમર્પણ
February 10th, 2011 at 18:33
શ્રીમતી રઝીયાબહેન,
કોરા કાગળ ના હૃદય પર, પેન્સીલ કે સ્કેચ પેન થી,
કલ્પના ઓ ના આકારો માં દોરાતું જીવન.
ઘણા સમયે પધાર્યા અને જીવન ઘટમાળની નવીન કેડી કડારતા
જીવનના શ્વાસને કાવ્ય પક્તીઓમાં આબાદ ઝીલ્યો છે. આભિનંદન.
આપ પરાર્થે સમર્પણના આગણે પધાર્યા તે બદલ.
ઉપરની કોમેન્ટ ડીલીટ કરશો . મારા કોમ્પ્યુટર પર મારા બાબાનો ફ્રેન્ડ
બેઠો હતો અને મેં કોમેન્ટ કરી દીધી છે માટે…..
NISHIL
February 10th, 2011 at 18:29
શ્રીમતી રઝીયાબહેન,
કોરા કાગળ ના હૃદય પર, પેન્સીલ કે સ્કેચ પેન થી,
કલ્પના ઓ ના આકારો માં દોરાતું જીવન.
ઘણા સમયે પધાર્યા અને જીવન ઘટમાળની નવીન કેડી કડારતા
જીવનના શ્વાસને કાવ્ય પક્તીઓમાં આબાદ ઝીલ્યો છે. આભિનંદન.
આપ પરાર્થે સમર્પણના આગણે પધાર્યા તે બદલ.
atuljaniagantuk
February 10th, 2011 at 17:39
અનેક શક્યતાઓના મોજા પર સવાર થઈને ચઢાવ-ઉતાર કરતું જીવન ક્યારેક મોજાની ટોચ પર પહોંચીને પોતાને ઉન્નત થયેલું માને છે તો ક્યારેક તે જ ટોચેથી ધડાકાભેર પછડાઈને પોતાને છિન્ન-ભિન્ન થઈ ગયેલું માને છે. જ્યાં સુધી જીવનો નાતો આ સતત આવ-જા કરતાં મોજાઓની સાથે છે ત્યાં સુધી તે અનેક અનેક રીતે પોતાને અભિવ્યક્ત કરતું રહેશે – અને જેવો તેને અહેસાસ થશે કે અરે આ મોજા સાગરના, હું સાગરનો – મોજાઓનો સમુહ અને તેની નીચેનું શાંત જળ બધું જ સાગર અને હું પણ સાગર બસ તેવે વખતે તે પોતાને અભિવ્યક્ત કરતો હોવા છતાં પણ પૂર્ણ સમજદારીથી પોતાને સાગર રુપે અનુભવશે. અને સર્વે જીવનનું પણ જે જીવન છે તેમાં શાશ્વત નીવાસ કરશે.