કૂબેર નો ખજાનો હું ક્યાં માંગું છું?

મુજને તો ફ્ક્ત થોડી કૃપા ની જરૂર છે.

 

 

નથી જરૂર રાજપાટ કે મહેલો ની મને,

કબર ને માટે થોડી જગા ની જરૂર છે.

 

તું ભૂલ મારી વારે ઘડીએ માફ હવે ન કર,

ફરી પાપ ના કરૂં એ સજા ની જરૂર છે.

 

સાકી તું મુજને થોડો કસુંબો તો આપી દે,

દુ:ખડું ભુલાવે. એવા નશા ની જરૂર છે.

 

 

ધર્મો ને નામે લોહી તો ઘણાં વહી ગયાં.

આ ભેદ ને મિટાવે  એ ખુદાની જરૂર છે.

 

 

મન ની આ વાતો લખતી રહી, લખતી રહી રાઝ,

એના સુધી પહોંચાડે એ હવા ની જરૂર છે.

Advertisements