મારો  પિયુ ગયો છે ઓલી પાર,

ઓ માઝી! લઇ જાને ઓલી પાર.

એના વિના આ સુનો સંસાર,

 ઓ માઝી! લઇ જાને ઓલી પાર.

 

પ્રીતમ ને મળવા હાલી અલબેલડી,

છોને રે જોતી સરખી સાહેલડી,

મને કોઇની નથી દરકાર,

 ઓ માઝી! લઇ જાને ઓલી પાર.

 

વિરહ ની વેદના મનને રુલાવે,

ઠંડો આ વાયરો તન ને જલાવે,

મારા રુદીયા પર લાગે છે ભાર,

 ઓ માઝી! લઇ જાને ઓલી પાર.

 

પિયુ વિના જગ સૂનું આ લાગે,

નમણાં ફૂલો પણ કાંટાળા લાગે,

જો ને પાનખર થઇ ગઇ બહાર,

ઓ માઝી! લઇ જાને ઓલી પાર.

 

આંખો બિછાવી પિયુ ની રાહ માં,

વર્ષો વિતાવ્યા પિયુ ની ચાહ માં,

 ક્યાં અટકી ગયો ભરથાર,

  ઓ માઝી! લઇ જાને ઓલી પાર.

 

Advertisements