અમે આખરે એક પ્રણ લઇ લીધું.

ને ખામોશી નું વલણ લઇ લીધું.

 

જીવવાની ની આશાઓ રાખી ઘણી પણ.

હાથે કરીને મરણ લઇ લીધું.

 

પગલાં તો માંડ્યાતા મંજિલ ભણી પણ,

જાણીને પાછું ચરણ લઇ લીધું.

 

નદીઓ ને સાગર ની ઇચ્છા કરી પણ.

ખોબા માં આખુંયે રણ લઇ લીધું.

 

ધાર્યું હતું કે પ્રતિષ્ઠા મળે પણ,

ગુમનામી નું મેં શરણ લઇ લીધું.

 

પડ્યોતો ખજાનો મહોબ્બત નો સામે,

જરા અમથું એમાંથી કણ લઇ લીધું.

 

જેના પ્રતિબિંબ માં ડૂબી ગયાંતા,

કુદરતે એ દર પણ લઇ લીધું.

 

અયરાઝકહી દે હ્રદય ની વ્યથા ને,

કાવ્યો ની સાથે સગપણ લઇ લીધું

Advertisements