Image000

..શ્વાસ મારો પ્રથમ ગુજરાતી બ્લોગ.શ્વાસ નો મારો સંબંધ માતા ના ઉદર થી છેક મૃત્યુ સુધી નો..જ્યાં સુધી હું આ ધરતી પર રહીશ. મારા શ્વાસ મારી સાથે જ રહેશે.અને જ્યાં સુધી મારા શ્વાસ મારી સાથે રહેશે ત્યાં સુધી હું આ ધરતી પર રહીશ.

તેથી જ મારા બ્લોગ નું નામ મને શ્વાસ રાખવું યોગ્ય લાગ્યું. હું રઝિયા મિર્ઝા, એક સરકારી હોસ્પિટલ માં ફરજ બજાવું છું. મારી આસપાસ ગરીબ તથા સામાન્ય દર્દીઓ આવતા જતા હોયછે. તેમની સારવાર દરમ્યાન મને થયેલ અનુભવો,તેમની વ્યથાઓ કે પછી રોજબરોજ ના જીવન માં થી કંઇક મળેલી પ્રેરણા એ મને સાહિત્ય પ્રત્યે વધુ ને વધુ આકર્ષણ આપ્યું. હિન્દી માં મારો બ્લોગ છે જ પણ મને એ અહેસાસ થયો કે મારે મારી માતૃભાષા માં પણ લખવું જોઇએ.

અગાઉ મારો ક્ષિતિજકાવ્ય સંગ્રહ પ્રકાશિત થઇ ચુક્યો છે. જેની મારી બધીજ રચનાઓ મારા સાહિત્યપ્રેમીઓ સામે જરૂર મુકીશ.આશા છે આપ સૌ મને યોગ્ય પ્રતિભાવ લખી મને પ્રોત્સાહન આપશો..

આશા છે આપંનો સંબંધ મારા શ્વાસ સાથે જરૂર રહેશે. ક્યારેક સમયે મારા હિન્દી બ્લોગ ની મુલાકાત લેવાનું ચુકતા નહિં.

એતો સત્ય છે જ કે પૃથ્વી પર આવતા જ આપણે પહેલો શ્વાસ લઇએ છીએ અને પૃથ્વી છોડતાં શ્વાસછોડી ને જઇ એ છીએ,તેની વછે આખું આપણું જીવન પૂરું થઇ જાય છે. પૃથ્વી ના આ શ્વાસોશ્વાસ માં અનુભવેલા સંબંધો માં મારી રચનાઓ જરૂર વાંચજો મારાશ્વાસ માં

ક્યારેક સમયે મારા હિન્દી બ્લોગ ની મુલાકાત લેવાનું ચુકતા નહિં.

http://razia786.wordpress.com

http://raziamirza.blogaspot.com