મમ્મી ને કેન્સર હોઈ તેમને રેડિએશનઅપાવવા મારે વડોદરા એસ.એસ.જી.હોસ્પીટલ માં વારે ઘડીએ જવાનું થતું.શરીર ના જુદા જુદા અવયવો ના કેન્સર થી પીડાતા લોકો ના સંપર્ક માં આવવાનું થતું.કેન્સરજેવી જીવલેણ બિમારી થી તડપતા દર્દીઓ તથા તેમના મૃત્યુ ના દિવસો ને પાછા ઠેલવવાંનો પ્રયત્ન કરતા તેમના સગાઓને જોઈ ને ઘણું જ દુ:ખ થતું. એકબાજુ મમ્મી ની ઉંમર અને પાછી આ બિમારી મારા માટે ન કહેવાય કે ન સહેવાય તેવી પરિસ્થિતી હતી.

    એસ.એસ.જી ની બાજુ માં જ આવેલા ડો.ઈન્દુમતી ટ્રસ્ટે કેન્સર પેશન્ટ માટે રહેવા-જમવાની મફત સગવડ કરી હતી જેથી કરી ને ગરીબ દર્દીઓ ને તેમની સારવાર લેવા માં અનુકુળતા રહેતી.સાથે દર્દી ના એક સગા માટે પણ રહેવા-જમવાની મફત વ્યવસ્થા હતી.

ઈન્દોર ના રહીમભાઈ તેમની પત્ની આયશાબાનુ ની સારવાર માટે અહીંયા લગભગ વીસ દિવસ થી રોકયા હતા.આયશા બાનુ ને ગળા ને ભાગે કેન્સર હતું. જમવા-રહેવાનું મફત હતું એટલે ખાસ કંઈ ખર્ચો ન હતો.. રહીમ ભાઈ ને એમના કોઈ સગાઓ એ આ હોસ્પિટલ માટે સલાહ આપી હતી..બસ, અબ તો સિર્ફ ચાર હી દિન કી બાત હૈ.ઈતને દિન કહાં ગયે પતા ચલા? સારવાર અને ઘર થી દૂર રહી ને કંટાળેલી પત્ની આયશા ને રહીમભાઈ એ સાંત્વના આપી. હો ! યે ચાર દિન તો મુઝે ચાર સાલ લગ રહે હૈં.ઔર અબ તો પૈસે ભી ખતમ હોને લગે હોંગે હૈ ન? આયશા બોલી. બસ પગલી બોલ બોલ મત કર ગલે મેં દર્દ હોગા.અભી તો એક હજાર રુ.બચે હૈ. રુખ્સાર કે લીયે ગુડીયા ઔર આમિર કે લીયે બોલ-બેટ લેંગે.રહીમ ભાઈ ની વાત સાંભળી આયશા નું લોહી જાણે કે દોડવા લાગ્યું

  અલ્લાહે વર્ષો પછી આપેલા સંતાનો ને બહેન પાસે મૂકી ને આવતા કેટ્લું રડી હતી આયશા? ચાર દિવસ પછી સંતાનો ને મળવાને આતુર આયશા ખુશખુશાલ થઈ ગઈ.

દો દિન તો બીત ગયે.આજ કા સેકલેને કે બાદ હમ બચ્ચોં કી ખરીદારી કો નિકલેંગે, ઓર કલ સામાન લેકર હોસ્પિટલ સે સીધે હી ઘર કે લીયે રવાના હોંગે.રહીમ ભાઈ એ આયશા ને કહ્યુ

આજે આયશાબેન_રહીમભાઈ ખુશખુશાલ હતાં. બાળકો માટે ખરીદી કરવા જવાના હતા.મને કહ્યું બેટા તુને તેરી માઁ કી બહોત દેખભાલ કી હૈ.અલ્લાહ તુજે નેક ઔલાદ દેગા.

   આજે આયશાબેન ના સેકનો છેલ્લો દિવસ હતો. મને થયું હું બંને ના હાથ માં સો_સો રુપિયા મુકી દઈશ. હોસ્પીટલ પહોંચી ને જોયું તો આયશાબેન રહીમભાઈ બેઠા હતા.મેં કહ્યુંઆજ તો આપ બહોત ખુશ હૈં?ક્યા ખરીદી કી અપને બચ્ચોં કે લીયે?

  આયશાબેને મને ના નો  કંઈક ઈશારો કર્યો. હું સમજી નહીં ત્યાંજ રહીમભાઈ બોલ્યાબેટા, ખુદા કી ઈસ નેક બંદી ને પાંચસો રુપિયે ટ્રૂસ્ટ કો દે દીયે યે કહતે હુએ કિ જબ હમ જૈસે લોગોં કા પરદેશ મે યે સહારા બના તો હમારા ભી ફર્ઝ બનતા હૈ.કુછ કરને કા!

આયશાબેન ના મુખ પર સંતોષ નું સ્મિત હતું.બેટા બચ્ચોં કે લીયે તો વહીં સે ખરીદ લેંગે.

દસ હજાર ની પગારદાર હું, સો-સો રુપિયા આપી ને પોતાને મહાન માનવા બેઠી જ્યારે એક ગરીબ કુટુંબે પોતાની સાચવેલી મૂડી માં થી પાંચસો નું દાન કરી ને મારું મસ્તક નમાવી દીધું!