બસ ચાલતો જ રહેજે કિનારો મળી જશે

sladder

દુ:ખ માં જો જીવી જાણું.

સુખ માં છકી ન જાઉં.

હો ધ્યેય આ જીવન નો.,

ઇજારો મળી જશે.

ભૂલ્યાં ને માર્ગ આપીશ.

દુ:ખિયા ના દર્દ વહેંચીશ.

તૂં એકલો ભલે હો,

સહારો મળી જશે.

હિંમત ન હારજે તું,

પીછે ડગ ન માંડજે તું.

બસ ચાલતો જ રહેજે,

કિનારો મળી જશે.

ચાંદો જો સાથ છોડે,

સૂરજ જો હાથ છોડે,

તુજને આ “રાઝ’ તારા,

હજારો મળી જશે.

Advertisements

“મજલી આપા’ 1 જૂન 2008 ને રોજ લખાયેલ સત્યકથા

ઘર માં કોહરામ મચ્યો હતો. કારણ કે ઘર ના વડીલ ‘શૌકત આપા’ આજે ખુદા ની  રહેમતે પહોંચી ગયા હતા.પાંચ પુત્રો,એક પુત્રી તથા પૌત્રો પૌત્રીઓ ને,નાતી- નવાસીઓ ને વહુઓ તથા સગા સબંધીઓ ને રડતા મૂકી ને અનંતયાત્રા એ ચાલી નીકળ્યા હતા.ઘર નું વાતાવરણ ગમગીન હતું. રડારડ અને શોરગુલ માં એક અવાજ દબાઇ જતો હતો.

એક ખૂણા માં બે ઘૂંટણ વચ્ચે માથું દબાવી ને છાનું છાનું રડતા ‘મજ્લી આપા’ પર કદાચ કોઇ નું ધ્યાન નહોતું.હોય પણ ક્યાંથી?’શૌકત આપા’ ની મય્યત ની આસ-પાસ ના કોલાહલ માં જ ‘મજલી આપા’ નું છાનું રૂદન દબાઇ જતું હતું.

હા,.આ એજ ‘મજલી આપા’ જે  ‘શૌકત આપા’ની સાથે-સાથે જ આજ થી લગભગ પંચાવન વર્ષ પહેલા આ ઘર માં પ્રવેશ્યા હતા.પાંચ બહેનો અને એક ભાઇ ના કુટુંબ માં

થી આવેલા ‘મજલી આપા’ ના પિતા ખંભાત ના નવાબ સાહેબ ના દારોગા હતા.’મજ્લી આપા’ વચેટ હોવાથી તેમને ભાઇ બહેનો ‘મજલી આપા’ કહેતા.બંને બહેનો એકજ ઘર માં સબંધે દેરાણી-જેઠાણી પણ થતા હતા.’શૌકત આપા’ને અલ્લાહે પાંચ પુત્રો અને એક પુત્રી ની બક્ષીશ આપી હતી.જ્યારે ‘મજ્લી આપા’નો ખોળો લગ્ન ને પંદર વર્ષ પછી પણ ખાલી હતો.અલ્લાહે પંદર વર્ષ બાદ તેમની સામે ક્રુપા દ્રષ્ટિ કરી,અને ‘મજલી આપા’ ત્રણ પુત્રીઓ અને એક પુત્ર ની માતા બન્યા.પતિ ‘અલીરઝા’ એક સરકારી કર્મચારી હતા.નાનકડા પગાર માં ત્રણ દીકરીઓ તથા એક દીકરા ની ભણતર ની જવાબદારી કંઇ સહેલી નહોતી.જ્યારે મોટા ભાઇ ’અલીહૈદર’ ની નોકરી પણ છૂટી ગઈ હતી.અલીરઝા મોટા ભાઇ ને પિતા સમાન જ ગણતા. વિધવા માતા પણ અલીહૈદર સાથે જ વતન માં રહેતા.ખૂબજ ગરીબાઇ માં ‘શૌકત આપા-અલીહૈદરે’તેમના પાંચેય પુત્રો ને સારુ શિક્ષણ આપ્યું.

બીજી બાજુ ‘મજલી આપા-અલીરઝા’એ પણ તેમની દીકરીઓ ને સારુ શિક્ષણ આપ્યું.પરંતુ દીકરીઓ ના શિક્ષણ પાછળ ની‘મજલી આપા’ની મહેનત ત્યારે રંગ લાવી જ્યારે તેમની દીકરીઓ ને સારી સરકારી નોકરીઓ મળી ગઈ.સમાજ ના ઉચ્ચ એવા નવાબી કુટુંબ માં દીકરીઓ ની શાદી કરી ને ‘મજલી આપા તો ધન્ય થઇ ગયા.દીકરીઓ ને ભણાવતી વખતે સાંભળેલા ‘મહેણાંઓ’ નો કદાચ આ સુંદર જવાબ હતો..નવાબ સાહેબ ના દારોગા ની આ જિદ્દી પુત્રીએ આ સાબિત કરી બતાવ્યું કે શિક્ષણ માં કેટલી શક્તિ છે?

હજી પાંચ વર્ષ પહેલાં ‘હિસ્ટેક્ટોમી’ નું ઓપરેશન કરાવતી વખતે દીકરી-જમાઇઓ,દીકરા-વહુ ની હાજરી થી ગદ-ગદ એવા ‘મજ્લી આપા’ પોતાની મહેનત સફળ થઇ એવું અનુભવવા લાગ્યા.અને નાતી-નવાસીઓ ને શિક્ષણ પર ભાર મૂકી ને સમજાવવા લાગ્યા.ગરીબાઇ ને ખૂબ જ નજીક થી અનુભવી ચુકેલા ‘મજ્લી આપા’ને મન શિક્ષણ ની અગત્યતા ખૂબ જ હતી.

એકદમ થયેલા શોર-બકોર માં ‘મજલી આપા’ ઝબકી ગયાં.માથું ઉંચું કરી ને જોયું તો ‘શૌકત આપા’ના પાર્થિવ શરીર ને સૌ કોઈ એની અવ્વલ મંજિલ લઇ જવા નીકળ્યા  હતા.’મજ્લી આપા’ લાક્ડી ના સહારે ઉભા થયા.રૂમાલ થી આંસુ લુછ્યા.ભરાયેલો ડૂમો અચાનક નીક્ળી ગયો.’ઓ મેરી બડી દુ;ખિયારી આપા’.

એમના આ કરુણ આક્રન્દે ‘મજલી આપા ની બાજુ મા બેઠેલી તેમની ‘મજલી દીકરી’ ને હચમચાવી દીધી. એકજ ઘર માં જન્મ ,એકજ ઘર મા લગ્ન.સાથે સાથ રહીને એકબીજા ના દુ;ખ-સુખ સમજનાર બે બહેનો હવે વિખુટી પડી ગઇ હતી.

જીવન ના કદાચ આ જ ઊતાર-ચઢાવ જોઇ ને ‘મજલી આપા’ એ પુત્રી શિક્ષણ પર ભાર મૂક્યો હશે એમ ‘મજલી આપા’ ની ‘મજલી દીકરી’ વિચારતી  રહી.અને આજે ‘મજલી આપા’ ના પેટે જન્મ લઇ પોતાને ધન્ય માનતી રહી..

“માઁ”

Ammi  aur main

મારો “શ્વાસ” અટકી ગયો હતો, મારી વિદેશ જવાની તૈયારીઓ હતી પણ મારો જીવ મારી “માઁ ” માં હતો. હું પાછી આવીશ તો એને જોઇ શકીશ કે નહિં? મન માં એજ પ્રશ્ન હતો,એક બાજુ નોકરી ની ફરજ બીજી બાજુ “માઁ’ ની ફરજ.

એ બે માં મેં પસંદ કર્યો મારી ફરજ. માતાએ મને વિદાય આપી ” જા બેટા, તું ચિંતા ના કરજે. તું પાછી ન આવું ત્યાં સુધી મને કોઇ કંઇજ નહિં કરી શકે. મ્રુત્યુ પણ નહિં.

બરાબર અઢી મહિંને હું પાછી આવી. દોડતી ગઇ માતા પાસે, સૌ કોઇ કુટુંબીજન મારી જ રાહ જોતા હતા, માતા મરણ પથારીએ હતી, હું તેની પાસે બેઠી , આંખો ખોલી બોલી” હવે મારો જીવ જશે, હું તારી જ રાહ જોતી હતી, તું આવી ગઇ બેટા?

મેં તેના ચહેરા પર આંખો પર, આખા શરીર પર હાથ ફેરવ્યો, જાણે તેને નવું જીવન મળ્યું. તે કહેવા લાગી તારી પ્રર્થનાએ મને બચાવી લીધી, મેં કહ્યું તને કંઇજ થવાનું નથી.

એ પછી મારી “માઁ”3 મહિના અને ન17 દિવસ આ દુનિયા માં રહી . 22 એપ્રિલ ના રોજ કોઇ ને કંઇક કહ્યા વગર છાની-માની અનંત યાત્રા એ ચાલી ગઇ.

3 વર્ષના લાંબા ગાળા થી એ કેન્સર થી પિડાતી હતી.તેના આ આકસ્મિક મરણ નું સાંભળી ડોકટર્સ પણ નવાઇ પામી ગયા કારણ કે કોઇ પણ તકલીફ વગર તે પોઢી ગૈઇ એક લાંબી નિંદર માં.

મારી કવિતાઓ અટ્કી ગઇ હતી. પણ માતા ના મ્રુત્યુ એ મારો “શ્વાસ” ફરી ધબકતો કરી દીધો.

ક્ષિતિજ ને પેલે પાર જવું

 

 

 

 

 

 

 

ક્ષિતિજ ને પેલે પાર જવું ,

મારે વાદળ પર થઇ સવાર…

ધરતી ગગન નો જોવો છે મારે એકાકાર.

 મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …

ધરતી, ગગન સાગર ,ગિરિમાળા,

કુદરત નો જ્યાં અખૂટ ભંડાર,

મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …

ગિરિમાળા ની પાછળ ઓલો,

સુર્ય ભાસે ગોળાકાર,

મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર…,

સૂરજ જ્યાંથી જગ માં આવે,

સાત અશ્વો પર થઇ સવાર,

 મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …

સાગર જ્યાંથી હિલોળા લેતો,

નિત નવા સજી શણગાર,

 મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …

ઉષા-સંધ્યા ના કિરણો આવે,

જોવો છે એવો દ્વાર,

 મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …

ઓ વાદળ તું લઇ જા મુજને,

પગ માં થયો થનકાર,

 મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …

 

 

 

ફરી આવીશ હું

 

 

 

 

 

 

 

 

મારા સાહિત્યમિત્રો,

 

આજે હું આપ સૌની પાસે થી બે મહિના માટે રજા લઉંછું. ભારતસરકાર ના વિદેશમંત્રાલય દ્વારા  અને ગુજરાત સરકાર દ્વારા સાઉદીઅરેબીયા ખાતે મોકલવામાં આવતા મેડીકલ મિશન માં જિદ્દા-મક્કા-મદિના

જઇ રહી છું.

આપસૌ ને મારી નમ્ર અપીલ કે ભગવાન-અલ્લાહ પાસે દુઆ કરજો કે હું મારી ફરજ વફાદારી પુર્વક નિભાવી શકું.

 મારા શ્વાસ રહ્યા, ને જીવીત રહી તો ફરી આપની સમક્ષ આવીશ મારા શ્વાસ પર, એક નવી કવિતા નવી રચના સાથે…..

આવજો……………………………………………………………..

સિનીયર સિટીઝન

 

 

 

 

આ સિનીયર સીટીજન..(2)

જીવન ની તડકી-છાઁયી માં, ઉભા રહ્યા અડીખમ.

આ સિનીયર સીટીજન..(2)

જીવન ની ચડતી-પડતી માં ડગ્યા નહિં એ કદમ.

 આ સિનીયર સીટીજન..(2)

ક્યારે છાના હસી એ લેતા,

ક્યારે છાના રડી એ લેતા,

ક્યારે પલકો મીંચી લેતા,

બંધ કરી ને નયન. આ સિનીયર સીટીજન..(2)

કમજોરી થી થર-થર કાંપે

લાચારી એને સંતાપે,

આ તો છે ઉંમર ને પ્રતાપે,

નબળું આખું વદન. આ સિનીયર સીટીજન..(2)

એમની લાગણીઓ ને જાણો,

એમની વ્યથા તમે પિછાણો,

આશિષો ને એમની માણો,

આપ્યો જેણે જનમ. આ સિનીયર સીટીજન..(2)

તમને આ દુનિયા માં લાવ્યા,

ભુખ્યા રહી તમને ખવડાવ્યા,

ખર્ચ્યું આપણી પાછળ જેણે ,

સારું તન,મન ધન, આ સિનીયર સીટીજન..(2)

 

સગપણ

          

 

 

 

અમે આખરે એક પ્રણ લઇ લીધું.

ને ખામોશી નું વલણ લઇ લીધું.

 

જીવવાની ની આશાઓ રાખી ઘણી પણ.

હાથે કરીને મરણ લઇ લીધું.

 

પગલાં તો માંડ્યાતા મંજિલ ભણી પણ,

જાણીને પાછું ચરણ લઇ લીધું.

 

નદીઓ ને સાગર ની ઇચ્છા કરી પણ.

ખોબા માં આખુંયે રણ લઇ લીધું.

 

ધાર્યું હતું કે પ્રતિષ્ઠા મળે પણ,

ગુમનામી નું મેં શરણ લઇ લીધું.

 

પડ્યોતો ખજાનો મહોબ્બત નો સામે,

જરા અમથું એમાંથી કણ લઇ લીધું.

 

જેના પ્રતિબિંબ માં ડૂબી ગયાંતા,

કુદરતે એ દર પણ લઇ લીધું.

 

અયરાઝકહી દે હ્રદય ની વ્યથા ને,

કાવ્યો ની સાથે સગપણ લઇ લીધું

%d bloggers like this: