તમે બાંધો ન એને કોઇ સીમાં માં કે સરહદ માં

કરી આઝાદ પંખીને ગગન માં બોલવા દેજો.

 

રહીને શાંત ચિત્તે ધ્યાન દઈ કુદરત ની નિશ્રા માં

કરી ને બંધ આંખો માં પવન ને બોલવા દેજો.

 

જબાઁ ખામોશ રાખો પણ, વિચારો તો છતા કરજો.

હ્રદય ખોલી દો કાગળ માં, ઘુટન ને બોલવા દેજો..

 

કદી કોઇ સગું જો સાંભળે, તમને સદા હરદમ,

કદી એનું ય સાઁભળજો, સ્વજન ને બોલવા દેજો.

 

છે જોઇ પાનખર ને કેટલી જોઇ વસંતો ને,

જીવન  ના આજ રંગો માં સુમન ને બોલવા દેજો.

 

છે એનું પણ હ્રદય કોમળ, ને એને કંઇક કહેવું છે.

તમે બાબુલ છો સમજી ને દુલ્હન ને બોલવા દેજો.

 

મરણ હાવી થઇ જાયે તમારી જિંદગી ઉપર,

તમારા કામ મહેકાવી, કફન ને બોલવા દેજો.

 

બહુ ખામોશ થઇ ને ‘રાઝ’ મેં તુજને નિહાળી છે.

હવે તો આખરી દિન માં નયન ને બોલવા દેજો.

 

 

 

Advertisements